આ વિસ્તારમાં પીવાના પાણી માટે DI (ડક્ટાઇલ આયર્ન) પાઇપલાઇન નેટવર્ક નાખવા માટેનો સર્વે શરૂ કરાયોમોરબી: મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.પીવાના પાણીની મેઈન લાઈનમાં જમા થયેલા કચરાની સફાઈ કરાવી સોસાયટીઓમાં પીવાના પાણીનો પ્રશ્ન દૂર કરી દેવાયો છે અને પાણીનો પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.વાવડી રોડ વિસ્તારમાં આવેલ સુમતિનાથ સોસાયટી, માધવ પાર્ક, રામપાર્ક, અને ભક્તિનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ન પહોંચવાની વ્યાપક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના પગલે, મહાપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પીવાના પાણીની મેઈન લાઈનમાં જમા થયેલા કચરાની સફાઈ કરાવી પાણીનો પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.વધુમાં, મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પીવાના પાણી માટે DI (ડક્ટાઇલ આયર્ન) પાઇપલાઇન નેટવર્ક નાખવા માટેનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. વોટર વર્કસ શાખાની અખબારી યાદીમાં જણાવાયું છે કે, સરકાર તરફથી આ પ્રોજેક્ટની મંજૂરી મળ્યેથી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, જેનાથી આ વિસ્તારોનો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે દૂર કરી શકાશે.