કાલે ગુરૂવારે સવારે 5 વાગ્યે ઉમા ટાઉનશીપ ખાતેથી પદયાત્રાનું પ્રસ્થાન થશેમોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમના પરિવાર સાથે ચોટીલા સુધીની 68 કિમીની પદયાત્રા કરશે. ત્યાં પહોંચી તેઓ કુળદેવી ચામુંડા માતાના દર્શન કરશે. આ પદયાત્રામાં તેઓના મિત્રો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાશે. પદયાત્રાનું કાલે તા.9ના રોજ સવારે 5 વાગ્યે ઉમા ટાઉનશીપથી પ્રસ્થાન થશે. આ પદયાત્રા મકનસર, ઢુંવા, વાંકાનેર, બામણબોર થઈને ચોટીલા પહોંચશે. તેમ યાદીમાં જણાવાયું છે.