મોરબી : મોરબીના લાલપર પાસે આવેલા કારખાનામાં કામ કરતો અને મૂળ યુપીનો યુવક ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો છે. આ અંગે યુવકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને પોતાના ભાઈને શોધવામાં મદદ કરવા અરજી કરી છે.મળતી વિગતો અનુસાર મૂળ યુપીના અને હાલ લાલપર ખાતે શિવમ કાંટાની સામે રહેતા અને પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા રત્નેશ કાલીદિન ગૌતમે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને જણાવ્યું છે કે, તેનો નાનો ભાઈ જયપ્રકાશ ઉર્ફે બબલુ કાલીદિન ગૌતમ (ઉં. વ. આશરે 26) ગત તારીખ 3 ઓક્ટોબરના રોજ ઘરેથી કોઈને ગયા વગર જતો રહ્યો છે. આસપાસમાં તપાસ કરતા ક્યાંય તે મળ્યો નહોતો. તેની પાસે મોબાઇલ ફોન નથી અને માનસિક રીતે અસ્થિર મગજનો હોય પોલીસને અરજી કરીને શોધખોળ કરવા જણાવ્યું છે.