13 ટન કચરાનો નિકાલ કરાયો, કમિશનરે સફાઈ કર્મીઓની હાજરી ચકાસીમોરબી : દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તાઓની વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં નહેરુ ગેટથી દરબારગઢ, મચ્છુ માતાજીના મંદિરથી રામઘાટ, નહેરુગેટથી એવન્યુ પાર્ક નાલા સુધી, મણિમંદિરથી બેઠાપુલ તથા પાવર હાઉસ રોડથી અરુણોદય સર્કલ સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં 161 સફાઈ કર્મચારી, 6 ટ્રેક્ટર તથા 55 હાથલારી દ્વારા અંદાજિત 13 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત તારીખ 6 ઓક્ટોબરના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ક્લસ્ટર નંબર 1ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાકાના ક્લસ્ટર નંબર 1ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. તથા સુમિતનાથ સોસાયટી, પંચાસર રોડ સંજરી પાર્ક પાસે આવેલ GVP પોઈન્ટ, વાવડી રોડ પર આવેલ પોકેટ ગાર્ડન તથા હોકર્સ ઝોનની વિઝીટ કરવામાં આવી હતી.