હળવદ : આજરોજ જુના ઇસનપુર પ્રાથમિક શાળામાં શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા તાલુકા પ્રમુખ, જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સર્વે મહેમાનોના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જુના ઇસનપુરના સરપંચ રાજેન્દ્રસિંહ ઝાલા તથા શાળાના આચાર્ય ખીમજીભાઈ મકવાણા તરફથી કરવામાં આવ્યું હતું. જેમાં જુના ઇસનપુર શાળા સમિતિ, સ્ટાફ, પંચાયતના સદસ્યો, ગામના લોકો, બાળકોના સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.