મોરબી : મોરબીની SEZON પેપર્સ પ્રા.લી. ખાતે ફાયર સેફ્ટી અને ઇમરજન્સી મેનેજમેન્ટ અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો હેતુ કર્મચારીઓને આગ લાગ્યાની પરિસ્થિતિમાં બચાવની તકનીકો, પ્રાથમિક સારવાર અને તાત્કાલિક પ્રતિસાદ અંગે જાગૃત બનાવવાનો હતો.આ તાલીમ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના ટ્રેનર ચિરાગ જોશી તથા સહાયક વિમલ બામાલિયા દ્વારા આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ફાયર ફાઇટિંગ ઉપકરણોના ઉપયોગ, આગ નિયંત્રણની તકનીકો અને ફર્સ્ટ એઇડના મહત્વ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોક ડ્રિલ પણ યોજવામાં આવી હતી. જેમાં કર્મચારીઓએ આગ લાગ્યાની પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની પ્રાયોગિક તાલીમ મેળવી હતી.આ પ્રસંગે કંપનીના ડિરેક્ટર કાનાભાઈ, કિશનભાઈ, નરેન્દ્રભાઈ અને હાર્દિકભાઈ તેમજ કર્મચારીઓ રાકેશભાઈ, વિકાસભાઈ, મનોજભાઈ, સોનુભાઈ, આકાશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કંપની મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે, આવા તાલીમ કાર્યક્રમો દ્વારા કર્મચારીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધે છે અને કાર્યસ્થળ પર સુરક્ષિત વાતાવરણ જાળવી શકાય છે.