મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8 ઓક્ટોબર ને બુધવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, અડદ, ચણા, કાળા તલ, રાય અને સુવાદાણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 1380 ક્વિન્ટલ એટલે કે 6900 મણ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1500 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 312 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 549 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 51 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1862 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 900, જીરુંના 3450, બાજરાના 512, અડદના 970, ચણાના 1010, કાળા તલના 4000, રાયના 1351 અને સુવાદાણાના 1253 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 440 રૂપિયા, કોબીજના 280 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.