અત્યાર સુધી કોલકાતા, બેંગલુરુ અને ગુવાહાટીને જોડતી નિયમિત કન્ટેનર ટ્રેન ચાલતી, હવે નવો રૂટ શરૂ થતાં ઉદ્યોગોને સરળતા રહેશેમોરબી : કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (કોન્કોર) દ્વારા રફાળેશ્વરમાં કાર્યરત કન્ટેનર ટર્મિનલ ખાતેથી હવે હૈદરાબાદના રૂટની કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેથી હૈદરાબાદ આજુબાજુના વિસ્તારોમાં માલ મોકલવા ઇચ્છતા ઉદ્યોગોને હવે સરળતા રહેશે.અત્યાર સુધી આ કન્ટેનર ટર્મિનલ ખાતેથી કોલકાતા, બેંગલુરુ અને ગુવાહાટીને જોડતી નિયમિત કન્ટેનર ટ્રેન સેવાઓનું સંચાલન થતું હતું. કોન્કોરે હવે એક નવું હૈદરાબાદ સ્ટ્રીમ શરૂ કરીને પોતાની સેવાઓમાં એક મહત્વપૂર્ણ સફળતા ઉમેરી છે. આ નવી સેવાની શરૂઆત 7 ઓક્ટોબર, 2025ના રોજ પ્રથમ ટ્રેનની સફળ રવાનગી સાથે થઈ હતી. આ ટ્રેન મોરબીથી હૈદરાબાદ માટે રાજકોટની યાદરી કાર્ગો કંપની દ્વારા લોડ કરવામાં આવી હતી. આ નવા રૂટની સેવા મોરબીના પ્રખ્યાત સિરામિક ઉદ્યોગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. માલ મોકલવામાં સરળતા રહેશે સાથે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે. તેમ યાદીમાં જણાવાયું છે.