હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સુંદરગઢથી મેરૂપર જવાના રસ્તે વાડીના શેઢે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નટવરભાઈ અમરશીભાઈ નારીયાણી રહે.મેરૂપર, ભરતભાઇ હરજીવનભાઈ ભાડજા રહે.મેરૂપર અને આરોપી હરેશભાઇ રતિલાલ મોટકા રહે.ચંદ્રપાર્ક, હળવદ વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,300 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.