મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભડિયાદ કાંટા નજીક રામાપીરના ઢોરા પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી ચિરાગ પ્રવીણભાઈ કાવર ઉ.34 રહે.વેલોજા કારખાનું, રંગપર વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2600 સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમા દારૂની બન્ને બોટલ આરોપી હિતેશ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા રહે.શોભેશ્વર રોડ વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે ટકાને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.