મોરબી : તારીખ 6 ઓક્ટોબર ને સોમવારના રોજ મોરબી ઓટોમોબાઈલ એસોસિએશન દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શરદ પૂર્ણિમા નિમિત્તે એસોસિએશન દ્વારા મધુવન ગ્રીન ખાતે મોરબી ઓટોમોબાઈલ એસોસિએશનના સૌ પરિવારજનોએ રાસ ગરબા રમી ઉજવણી કરી હતી અને સૌએ સાથે ભોજન લીધું હતું. સાથે જ વેપારીઓના સાથ સહકારથી ખેલૈયાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.