મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 7 ઓક્ટોબર ને મંગળવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, મગ, અડદ, ચણા અને કાળા તલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 840 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1540 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 304 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 560 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 46 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1816 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 948, જીરુંના 3444, બાજરાના 440, મગના 1100, અડદના 1091, ચણાના 1083 અને કાળા તલના 3484 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 440 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.