મોરબી : ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 8 ઓક્ટોબરના રોજ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ‘રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત’ કરવા કાર્યક્રમ યોજાનાર છે.સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે મોરબીમાં ગુજરાત સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત મોરબી રોજગાર અને વિનિમય કચેરી દ્વારા આગામી 8 ઓક્ટોબરના રોજ શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમા સંકુલ સામે, વેજીટેબલ રોડ, મોરબી-2 ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત’ અને ‘ઉદ્યોગો સાથે એમઓયુ’ માટેના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.