મોરબી : હાલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ મહોત્સવમાં એક અનોખો સ્વયંસેવક પણ જોવા મળ્યો હતો. માત્ર ચાર વર્ષની ઉંમરે મોરબીનો એક બાળક પોતાની પિતાની સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાઈને સેવા આપી રહ્યો છે. મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવમાં મોરબીના આંબેડકર ઉપનગરનો 4 વર્ષનો સ્વયંસેવક જીવાંશ દિપેશભાઈ કટારમલ પણ સેવામાં જોડાયો હતો. મહત્વનું છે કે, શિવાંશના પિતા દિપેશભાઈ કટારમલ વર્ષોથી સંઘ સાથે સ્વયંસેવક તરીકે જોડાઈને સેવા આપી રહ્યા છે. ત્યારે પિતાની આ સેવાથી પ્રેરાઈને 4 વર્ષનો શિવાંશ પણ આ સેવામાં જોડાયો છે અને પિતા સાથે RSSના ગણવેશમાં સજ્જ થઈને સેવા આપી રહ્યો છે. શિવાંશની આ સેવા ભાવનાને જોઈને અન્ય લોકો પણ પ્રેરણા લઈ રહ્યા છે અને શિવાંશની આ સેવા ભાવનાની બિરદાવી રહ્યા છે.