મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તા. 8-10-2025 ને બુધવારના રોજ મોરબી-2, રામકૃષ્ણ જનકલ્ય રીલીફ સોસાયટી, બાપા સીતારામ ચોક, પોસ્ટ ઓફિસ પાસે, સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહત દરે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં ફૂલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી-ખાતર, ઈન્ડોર આઉટડોર પ્લાન્ટ, શોપીસ રાહત ભાવે મળશે. આ ઉપરાંત હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, ફાઈબરનાં કુંડા, માટીના બનેલ કળવા ચોથના કળવા, હરડે-બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, દેશી ખાંડ, ગોળ, લીબડાનો સાબુ, કપ-રકાબી, બરણી, ગ્લાસ, વગેરે વસ્તુઓ રાહત ભાવે મળશે. આ સંસ્થા દર મહિનાના બીજા બુધવારે ખેડૂત હાટ ભરે છે. ત્યારે વધુ માહિતી માટે રામભાઈ આહીર (ગૌવરક્ષક) મો. નં. 9825109184 અને લાલુભા એમ. ઝાલા મો. નં. 9879253401 પર સંપર્ક કરવામાં યાદીમાં જણાવવામાં આવ્યું છે.