મોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તારીખ 07/10/2025 ને સોમવારના રોજ વીજળીના મેન્ટેનન્સ (જાળવણી) કામગીરીના કારણે વીજકાપ રહેશે. સવારે 09:00 કલાકથી સાંજે 05:00 કલાક સુધી 11 કેવી રિયલ (Real) અને ઝિલમિલ (Zilmil) ઇન્ડસ્ટ્રિયલ ફીડર પરનો વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. તેથી આ બંને ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી અને ઔદ્યોગિક (H.T.) વીજ જોડાણોમાં વીજળી બંધ રહેવા અંગે નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.