મોરબી : મોરબી જિલ્લાના સંવિધાન સેવા મંચ દ્વારા અનુ. જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, સાથે નવનિયુક્ત કર્મચારી દાતાઓનું અભિવાદન અને પારિવારીક સંગઠનાત્મક સ્નેહમિલન કાર્યક્રમ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સવિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હીરાલાલ ટમારીયા, અશોકભાઈ ચાવડા, અનુ. જાતિ કલ્યાણ નિયામક અતુલભાઈ છાસિયા કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ ગોહેલ, ગૌતમભાઇ સોલંકી સાહિતના તમામ મહાનુભાવોએ બંધારણના ઘડવૈયા, ક્રાંતીવીર, યુગપુરૂષ ડો. બાબા સાહેબ આંબેડકરજીના ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય પુરુષાર્થ લક્ષ્યસિધ્ધિ વિઝન અને મિશન ના આયામોને બિરદાવી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સમાજ ને બાબા સાહેબના ભગીરથ પ્રયત્નો માથી શીખ લેવા અનુરોધ કર્યો હતો. 150 વિધાર્થીઓ દાતાઓ નવનિયુક્ત કર્મચારીઓના સામુહિક અભિવાદનથી જાણે કે સંગઠનાત્મક ત્રિવેણી સંગમ રચાયો હોય એવાં ભવાત્મક દ્રષ્યો નિહાળી સૌ ગૌરવાંવિત થયેલ. ગુજરાતના સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર, લેખક પ્રોફેશર ડો. સુનિલ જાદવે પોતાની આગવી લક્ષણિક શૈલીમા બાબા સાહેબના સમગ્ર વ્યકિતત્વની ગૌરવગાથા દર્શાવી, વિદ્યાર્થીઓ અતિથીઓ, પ્રેસ મીડિયા સર્વને પ્રભાવિત કરેલ ડો. સુનિલ જાદવનું પ્રેરણાત્મક ઉદબોધન નવી પેઢીના નિર્માણ માટે અનન્ય સંદેશ બન્યો તે હકીકત છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. શૈલેષભાઈ સી. રાવલ તથા લારાબેન પરમારે કર્યું હતું. આ રચનાત્મક ભવ્યાતિભવ્ય કાર્યક્રમની જ્વલંત સફળતા માટે સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લાના તમામ સદસ્યોએ અથાગ પરિશ્રમ કરી સન્માન સમારોહની ડો. બાબા સાહેબના દિવ્ય વિચારોનું અમલીકરણ કર્યું હતું.