મોરબી : નકલંકધામ બગથળા તરફથી બગથળા કુમાર અને કન્યા શાળામાં દાન ભેટસ્વરૂપે વોટર કુલર આપવામાં આવ્યું છે. દાતા દ્વારા મળેલ આ ભેટ બદલ બગથળા કુમાર શાળાના આચાર્ય રાજેશભાઈ વડાવીયા અને બગથળા કન્યા શાળાના આચાર્ય દિપક મેરજા દ્વારા દાતા નકલંકધામ જગ્યાના મહંત દામજી ભગત અને પ્રમુખ દિનેશભાઈ મેવાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ભેટ અર્પણ કરવા બદલ બંને શાળાના બાળકો અને શિક્ષક સ્ટાફે આભાર વ્યક્ત કર્યો હતો.