મોરબી: મોરબી હાઇવે પર આવેલા માળિયા મિયાણા નજીક ભીમસર ચોકડી પાસે આજે અગમ્ય કારણોસર પસાર થઈ રહેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી જતાં હાઇવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ટ્રકમાંથી ધુમાડાના મોટા ગોટેગોટા નીકળ્યા હતા. સદ્નસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ કે ઇજાના કોઈ સમાચાર નથી. જોકે, આગની આ ઘટનાને કારણે લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.