મોરબી : શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબી દ્વારા દશનામ ગોસ્વામી સમાજ માટે શરદ પૂનમ, ભવ્ય રાસ-ગરબા મહોત્સવ યોજાયો હતો. ત્યારે મોરબી શહેર તથા તાલુકાના ગામડાના વિસ્તારમાં રહેતા તમામ દશનામ ગોસ્વામી સમાજના પરિવારોએ બહોળી સંખ્યામાં ભાઇઓ તથા બહેનોએ હાજરી આપી હતી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા 4 ઓક્ટોબર ને શનિવારના રોજ રાત્રે 8 થી 12 કલાકે સાંઇ બાગ, ઉમા ટાઉનશિપ મેઈન ગેટ સામે, મોરબી-2 ખાતે શરદ પૂનમ, રાસ-ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિટા ગોસ્વામી ગ્રુપે રાસ- ગરબાની રમઝટ બોલાવી હતી. લોકો મનમુકીને રમ્યા હતા. આ મહોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલ ખેલૈયાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતાં. સાથે આ રાસ- ગરબા મહોત્સવમાં સારું પરફોર્મન્સ આપનાર ભાઇઓ તથા બહેનો - ખેલૈયાઓ ઈનામ આપવામાં આવ્યા હતાં.આ કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ આયોજનને બીરદાવી યુવક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબીના પ્રમુખ બળદેવગીરી દેવગીરી, ઉપપ્રમુખ નિતેષગીરી મનહરગીરી, પૂર્વ પ્રમુખો અમિતગીરી ગુણવંતગીરી તથા તેજસગીરી મગનગીરી તથા યુવક મંડળ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.