હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામની સીમ વિસ્તારમાં આવેલ ખારી નદી નજીક પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર કવાડિયા ગામના યુવાને કેનાલમાં છલાંગ લગાવી છે. હાલ યુવાનની તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ કરાઈ રહી છે. બનાવી જાણવા મળતી વિગતો મુજબ આજે અગિયારેક વાગ્યાની આસપાસ કવાડિયા ગામની સીમ વિસ્તારમાં આવેલ દેવીપુજક વિસ્તારમાં રહેતા લાભુભાઈ સજાભાઇ દેવીપુજક ઉંમર વર્ષ 3૮એ કોઈ અગમ્ય કારણોસર શક્તિનગર ગામ પાસેથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કર્યો છે. બીજી તરફ આ બનાવની જાણ પરિવારજનોને થતા પરિવારજનો અને તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી નર્મદા કેનાલમાં હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. વધુમાં એ પણ માહિતી મળી રહી છે કે આપઘાત કરનાર લાભુભાઈને સંતાનમાં ચાર દીકરી અને બે દીકરા હોય જેથી પરિવારજનોમાં પણ ઘેરો શોક છવાયો છે.