મોરબી: મોરબી શહેરના જૂના બસ સ્ટેન્ડના પ્રવેશદ્વાર પર પાણી ભરાવાની સમસ્યાએ મુસાફરોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેના કારણે બસ સ્ટેન્ડમાં આવતા-જતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોને આ ભારે ગંદા પાણી અને કીચડમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે. આ ઉપરાંત ગંદકી અને બદબૂ પણ ફેલાય છે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે ભરાયેલા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાથી રોગચાળો ફેલાવવાનો ભય તોળાઈ રહ્યો છે. જે અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.