મોરબી : ઘૂંટુ ગ્રામ પંચાયતમાં આવતી રામકો વિલેજ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વિકાસના કામો કરવામાં આવ્યા ન હોય અને પાયાની સુવિધાઓ મળતી ન હોય સોસાયટીના લોકો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે તારીખ 5 ઓક્ટોબર ને રવિવારના રોજ કીચડ રમતોત્સવ યોજાશે.રામકો વિલેજ સોસાયટીના લોકોએ જણાવ્યું છે કે, અનેક રજૂઆતો કરી હોવા છતાં આજ સુધી કોઈ અધિકારી કે નેતાઓ તેઓની વ્યથા જોવા માટે આવ્યા નથી. તેથી આ કાર્યક્રમ થકી નેતાઓ અને અધિકારીઓ અમારી વ્યવસ્થા, અમારી સમસ્યાઓ જોવા આવે જેથી આ કીચડ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાનાથી મોટા તમામ લોકો કીચડમાં રમતો રમશે અને અનોખી રીતે વિરોધ નોંધાવશે.