મોરબી: મોરબી તાલુકા પોલીસે મોરબી-માળીયા હાઇવે પર આવેલી રવિરાજ ચોકડી પાસેથી રૂ.૬ લાખની કિંમતનો દારૂ ભરેલું એક ટ્રેઇલર ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ટ્રેઇલર નંબર RJ-32-GD-2842 ને રોકીને ચેક કરતાં તેમાંથી સફેદ કાંકરીની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની અંદાજિત રૂ. ૬,૦૫,૦૪૦ કિંમતની કુલ ૨,૭૫૨ બોટલો તેમજ દારૂ ભરેલું ટ્રેઇલર અને ફોન સહિત રૂ.૧૬,૧૦,૦૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રેઇલરના ચાલક રમજાનભાઈ પુનાભાઈ કાઠાત (ઉ.વ. ૨૫, રહે. રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.