મોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના તેમજ PGVCLના એમડી કેતન જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી PGVCLના અધિકારીઓના સહયોગથી આજરોજ 4 ઓક્ટોબરના રોજ વાડી વિસ્તારમાં રહેતા રહેણાક મકાનમાં નવું કનેક્શન લેવા માગતા લોકો માટે મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 313 જેટલી અરજીઓ મળી હતી.મોરબીના શનાળા રોડ પર સતવારા નવગામ જ્ઞાતિની વાડી ખાતે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ યોજાયો હતો. જેમાં શનાળા ડિવિઝનમાંથી 191, નાનીવાવડી ડિવિઝનમાંથી 57 અને મોરબી સિટી ડિવિઝનમાંથી 65 એમ કુલ 313 અરજીઓ મળી હતી. આ અરજીઓ પીજીવીસીએલ દ્વારા સ્વીકારવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશેમ