મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા બાંધકામ અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) - 2017 અને ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA) - 2022 હેઠળ અરજીઓના નિકાલની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.મળતી માહિતી મુજબ, તાજેતરમાં તારીખ 23/09/2025 થી 30/09/2025ના એક અઠવાડિયાના સમયગાળામાં મહાનગરપાલિકા દ્વારા કુલ 11 અરજીઓ પર કામગીરી પૂર્ણ કરીને તેને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ડેવલપમેન્ટ પરવાનગી (Development Permission) ની તથા બાંધકામ પરવાનગીના એકસ્ટેન્શનની 4 અરજીઓ, GRUDA - 2022 હેઠળ નિયમિતકરણ માટેની 7 અરજીઓનો નિકાલ કરાયો છે. તેમજ મહાપાલિકાએ જણાવાયું છે કે આગામી સમયમાં વિકાસ સંબંધિત વધુ અરજીઓનો ઝડપી નિકાલ કરવામાં આવશે.