કટલેરી અને કરીયાણાની દુકાનમાં દરોડો, દુકાનદાર નાસી ગયોવાંકાનેર : સિરામિક કારખાનાઓના હબ સમાન વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર કરીયાણા અને કટલેરીની દુકાનમાં દારૂ વેચાય રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી દુકાનમાંથી વિદેશી દારૂની 14 બોટલ ઝડપી લીધી હતી. જો કે, દરોડા દરમિયાન દુકાનદાર નાસી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, સરતાનપર રોડ ઉપર આવેલ અંકિત કિરાણા એન્ડ કટલેરી સ્ટોરમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમીને આધારે ઉપરોક્ત દુકાનમાં દરોડો પાડતા દુકાનમાંથી વિદેશી દારૂની 14 બોટલ કિંમત રૂપિયા 18,200 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન દુકાનદાર આરોપી અશોક સાધુપ્રસાદ પટેલ રહે.લાલપર, મૂળ રહે.નૈની ગામ, છપરા, બિહાર વાળો નાસી જતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.