યુવાને એસિડ ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યુંવાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા યુવાનના લગ્ન થઈ ગયા હોવા છતાં અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ પત્નીને થઈ જતા પ્રેમસંબંધ મામલે પતિને ઠપકો આપતા પતિએ એસિડ ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે ગાત્રાળનગરમાં રહેતા મનીષભાઈ ભરતભાઇ ચાવડાને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ તેમના પત્ની રીંકલબેનને થતા રીંકલબેને આ બાબતે પતિને ઠપકો આપતા પતિ મનીષભાઈએ એસિડ પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.