મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાયેલ છે. આ ઉપરાંત ઉપરવાસમાં આવેલ મચ્છુ-2 ડેમમાંથી પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. હાલ ડેમનો એક દરવાજો 1.75 ફૂટ ખુલ્લો છે. બપોરે 2 વાગ્યે 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવશે.જેને પગલે મોરબી તાલુકાના (૧) ગોર ખીજડીયા (૨) વનાળીયા (૩) માનસર (૪) નારણકા (૫) નવા સાદુળકા (૬) જુના સાદુળકા (૭) રવાપર (નદી) (૮) ગુંગણ (૯) જુના નાગડાવાસ (૧૦) નવા નાગડાવાસ (૧૧) અમરનગર (૧૨) બહાદુરગઢ (૧૩) સોખડા તથા માળિયા મિયાણા તાલુકાના (૧) દેરાળા (૨) મેઘપર (૩) નવાગામ (૪) રાસંગપર (૫) વિરવદરકા (૬) માળિયા (મીં) (૭) હરીપર (૮) ફતેપર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.