મોરબી : મોરબીમાં રફાળેશ્વર નજીક દરિયાલાલ હોટેલ પાસે નેશનલ હાઈવે પર બિસ્માર રસ્તાના કારણે વધુ એક વાહન પલટી મારી ગયું છે. આજે દરિયાલાલ હોટેલ પાસે સર્વિસ રોડ પર એક ટ્રેક્ટર પલટી ગયું હતું. જેના કારણે ટ્રેક્ટર પાછળ રહેલી ટ્રોલીમાંથી બોરીઓ રસ્તા પર પડી ગઈ હતી.મહત્વનું છે કે, દરિયાલાલ હોટેલ પાસે બિસ્માર રસ્તા અને પાણી ભરાવાના કારણે એક મહિનામાં વાહન પલટી જવાનો આ ચોથો બનાવ બન્યો છે. આ પહેલા હિટાચી મશીન અને બોલેરો પણ ફસાઈ હતી. નેશનલ હાઈવેની હાલત અત્યંત ખરાબ છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે. જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ યોગ્ય કરવામાં આવે તેવી ઉગ્ર માગ થઈ રહી છે.