મોરબી : અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ ભાગમાં હાલનું ડિપ્રેશન ઝડપથી મજબૂત થઈ રહ્યું છે અને આગામી કલાકોમાં સાયક્લોન બનવાની શક્યતા છે. Joint Typhoon Warning Centre (JTWC) ના તાજા અપડેટ અનુસાર, આ સિસ્ટમને સત્તાવાર રીતે સાયક્લોન શક્તિ નામ આપવામાં આવશે. હાલનું સ્થાન અને ગતિની જો વાત કરીએ તો, હાલમાં આ સિસ્ટમ દ્વારકાથી લગભગ 240 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 270 કિમી દક્ષિણ-પશ્ચિમ અને નલિયાથી 280 કિમી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. આ ડિપ્રેશન 13–15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને આજે રાત્રે સાયક્લોન સ્ટ્રોમ બનવાની ધારણા છે.JTWCના અંદાજ મુજબ, સાયક્લોન શક્તિ આગામી 48 કલાકમાં વધુ તીવ્ર બનશે. 3 ઓક્ટોબરના રોજ રાત્રે આ સાયક્લોન 80–100 કિમી/કલાકની ઝડપ ધારણ કરશે. 4 ઓક્ટોબરે 120 કિમી/કલાક સુધી ઝડપ થશે અને 6 ઓક્ટોબરે મહત્તમ તીવ્રતા 130 કિમી/કલાક સુધી રહેશે. જે અરબી સમુદ્રના મધ્ય ભાગે તારીખ 78 ઓક્ટોબરના રોજ ધીમે ધીમે નબળું પડશે. જો કે આ વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધશે જેનાક રણે ગુજરાતના દરિયાકાંઠે સીધો કોઈ ખતરો નથી દેખાઈ રહ્યો.