ટંકારા : ટંકારા પંથકમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ ટંકારા ઉપરાંત આજુબાજુના અનેક ગામોમાં વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે. જેમાં સજ્જનપર, હડમતીયા, લજાઈ, જડેશ્વર સુધીના વિસ્તારોમાં વરસાદ સારો હોવાનું જાણવા મળી રહ્યું છે.