મોરબી : સ્વ. લાલજીભાઈ ધરોડીયાની પુણ્ય સ્મૃતિમાં તેમના પુત્ર ધીરેન્દ્રભાઈ લાલજીભાઈ ધરોડીયા (એડવોકેટ નોટરી ભારત સરકાર) દ્વારા મોરબી ન્યૂમિસમેટિક ક્લબના ચેરમેન અને એડવોકેટ મિતેષભાઈ ડી. દવે તથા એડવોકેટ દર્શનભાઈ ડી.દવે તથા ઉમેદ્દભાઈ જે. ચૌધરીના હસ્તે થોરાળા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રધાનાચાર્ય પંકજભાઈ ધામેચા હાજર રહ્યા હતા.