મોરબી : કોમનમેન ફાઉન્ડેશન મોરબી દ્વારા તા. 5-10-2025 ને રવિવારના રોજ સાંજે 4 કલાકે સંસ્કાર બ્લડ બેન્ક, શનાળા રોડ, મોરબી ખાતે ડો. સતીશ પટેલના પુસ્તક 'મેકિંગ એ ડોક્ટર' નું વિમોચન અને ડૉક્ટર્સના આત્મનિવેદનને સાંકળી લેતા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે (IAS), ડો. રીનાબેન ગઢવી (ડિન, સી.યુ.જી.શાહ કોલેજ, સુરેન્દ્રનગર), ડો. હિરેન સંઘાણી (આસિ.ડિન, GMERS મેડિકલ કોલેજ, મોરબી), ડો.દિનેશ પટેલ (M.S.ORTHO, L.L.M., અમદાવાદ), જીતેન્દ્ર પટેલ (સુપ્રસિદ્ધ સાહીત્ય), દિપક ત્રિવેદી (સુપ્રસિદ્ધ કવિ, લેખક), હર્ષિદાબેન ત્રિવેદી (સુપ્રસિદ્ધ કવયિત્રી) ઉપસ્થિત રહેશે.