રાજકોટ: ટેકનિકલ કારણોસર, પશ્ચિમ રેલવે દ્વારા 5 ઓક્ટોબર, 2025ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વાંકાનેર અને મોરબી વચ્ચે કુલ 12 ડેમુ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે, જેમાં નીચેની ટ્રેનોનો સમાવેશ થાય છે: • મોરબીથી વાંકાનેર જતી ટ્રેન નંબર: 79452, 79442, 79454, 79444, 79446, અને 79448. • વાંકાનેરથી મોરબી જતી ટ્રેન નંબર: 79441, 79443, 79453, 79445, 79447, અને 79451.રેલવે પ્રશાસને રેલ યાત્રીઓને અપીલ કરી છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરે. મુસાફરોને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે.