મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમીયાન વાવડી ચોકડી પાસેથી મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના વતની આરોપી મુકેશસિંહ નિમ્બસિંહ ચૌહાણને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ તેની પાસે રહેલ થેલો ચેક કરતા થેલામાંથી વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા 4900 મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.