વાંકાનેર: વાંકાનેર તાલુકાના ભંગેશ્ચર ગામે ભંગેશ્ચરથી તીથવા અને જડેશ્ચરને જોડતા સી.સી. રોડનું રૂ. 1 કરોડના ખર્ચે વૈદિક વિધિ વિધાન સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત વાંકાનેરના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ્ હસ્તે કરાયું હતું.આ પ્રસંગે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને સદસ્યત ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંજવાડીયા, વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બ્રિજરાજસિંહ ઝાલા,મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપાધ્યક્ષ ડાયાભાઈ સરૈયા,તીથવા ગામનાં સરપંચ ઈસ્માઈલભાઈ પરાસરા, ભલગામ સરપંચ લખાભાઈ હીરાભાઈ, ઠીકરીયાળા ગામનાં સરપંચ હકાભાઈ નાકીયા, ધમલપર ગામનાં સરપંચ અરવીંદભાઈ અંબાસણીયા, સહકારી આગેવાન બચુભાઈ કુણપરા, ભરતભાઈ પટેલ, રઘુવીરસિંહ જાડેજા, વિરાજભાઈ મહેતા, બીપીનભાઈ ચૌહાણ, જયેશભાઈ પટેલ, ગુણવંતભાઈ ગગજીભાઈ, ભંગેશ્ચર મંદિર ટ્રસ્ટીઓ તેમજ નગરપાલિકા કાઉન્સિલરો અને સરપંચો સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત ઉપસ્થિત રહી વિકાસ કાર્યને વધાવ્યુ હતું.