મોરબી : મોરબી નજીકના વનાળીયા (શારદાનગર) ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે.જેમાં ભટ્ટ પરિવારના સહ પરિવાર હાજરી આપી દર્શન તેમજ પ્રસાદનો લાભ લે છે.ત્યારે આ વર્ષે પણ આગામી શરદપૂનમ તા. 7-10-2025ને મંગળવારના રોજ આ આયોજન યજમાન તરીકે મુળ બહાદુરગઢ નિવાસી હાલ મોરબી નિવાસી દિનેશભાઇ દયાશંકર ભટ્ટ, જીતુભાઈ દયાશંકર ભટ્ટ, લલીતભાઈ દયાશંકર ભટ્ટ તરફથી કરવામાં આવ્યું છે. જ્યારે આ યજ્ઞ વિધીમાં લલીતભાઈ દયાશંકર ભટ્ટના પુત્ર વિદ્વાન શાસ્ત્રી હર્ષદીપભાઈ ભટ્ટ બેસવાના છે. તેમજ યજ્ઞની શાસ્ત્રોક્ત રીતે વેદ મંત્રો દ્વારા પૂજાવિધિ શાસ્ત્રી તેજસભાઈ રમેશભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવશે. આ યજ્ઞના દાતા તરીકેનો લાભ દિનેશભાઈ ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ, લલીતભાઈ ભટ્ટ અને તેના પરિવારે લીધેલ હોય સૌ ભટ્ટ પરિવારને દર્શન અને પ્રસાદ લેવા માટે તેઓેેએ પધારવા હ્રદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે.આવતા વર્ષની શરદ પૂનમમાં જેમને યજ્ઞ વિધિમાં બેસવાનુ હોય તેમણે સંસ્થાના પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.93274 99185), જે.પી. ભટ્ટ મો.99254 51138 તથા દર્શનભાઈ ભટ્ટ મો.98982 42906નો સંપર્ક કરવા જણાવાયું છે.