મોરબી: મોરબીના મહેન્દ્રાપરા-૨ અને તેની સામેની શેરીમાં ગટર ઉભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ આ બાબતે કોઈ કાયમી નિરાકરણ ન આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જેનાથી ગંદકી, મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય સતત મંડરાઈ રહ્યો છે.ગટર લાઇનો નિયમિતપણે ચોક-અપ થઈ જતા, ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે. જેથી સ્થાનિક દુકાનદારોની દુકાન બહાર જ ગંદા પાણી ભરાયા છે. તેમજ વાહન ચાલકો અને ગ્રાહકોએ આ પાણીમાંથી ચાલવાની ફરજ પડે છે. ત્યારે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની પ્રબળ માંગ છે.