મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે આજે વરસાદી માહોલ વચ્ચે એક ઘર ઉપર વીજળી પડી હતી. જો કે સદનશીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. આ અંગે વિગતો આપતા ગામના રહેવાસી અને ટંકારામાં પુરવઠાના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ બાવરવાએ જણાવ્યું કે રતિલાલ બાવરવાના ઘર ઉપર આજે વીજળી પડી હતી. જેને ઓગલે પારાપેટને નુકસાન થયું છે. આ સાથે ઘરનું સંપૂર્ણ વાયરિંગ પણ બળી ગયું છે. ઘરમાં મહિલાઓ હાજર હતા. કોઈને ઇજા કે અન્ય કઈ થયું ન હોવાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.