ટંકારા : ટંકારામાં આજ દશેરાના દિવસે પણ મેઘસવારી આવી પહોંચી હતી. ટંકારામાં સતત પાંચમાં દિવસે વરસાદે સટાસટી બોલાવી હતી. આશરે પોણો કલાક સુધી એકધારો વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દશેરાના દિવસે રાજબાઈ ગરબી મંડળની બાળાઓ જ્યાં પ્રેક્ટિસ કરતી હોય છે એ આશર પરિવારના આંગણે પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા.