મોરબી : સ્વ. અજયભાઈ નાનજીભાઈ ગોપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક્સપર્ટ સિરામિકમાં સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી 1 ઓક્ટોબરના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 102 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. અજયભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં પ્રશાંતભાઈ ભોરણીયા, નાનજીભાઈ ગોપાણી, કરસનભાઈ ભોરણીયા, મુકેશભાઈ ઉઘરેજા, મિત્ર મંડળ અને એક્સપર્ટની આસપાસના સિરામિકના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ સ્વ.અજયભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી અને આયોજકો, રક્તદાતાઓ, અને એક્સપર્ટ સિરામિકના યુવાનોનો આભાર માન્યો હતો.