બપોરના સમયે અકસ્માતમાં ઇજા બાદ અચાનક હદયની તકલીફ થઈમોરબી : મોરબી શહેરના પાડાપુલ ઉપર એક્ટિવાની સાઈડ કાપવા જતા અકસ્માતમા ઇજાઓ પહોંચ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નર્મદા યોજનામાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા યુવાનને અચાનક હૃદયમાં તકલીફ થતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ચંદ્રેશનગર યદુનંદનમાં રહેતા અને નર્મદા યોજનામાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ મનસુખભાઇ પરમાર ઉ.68 નામના યુવાન ગત તા.26ના રોજ એક્ટિવા લઈને ઓફિસે જતા હતા ત્યારે બપોરના સમયે આગળ જતા સાજીદભાઈ મેમણની સાઈડ કાપવા માટે બેથી ત્રણ વખત હોર્ન મારવા છતાં મોટર સાયકલ ચાલકે સાઈડ ન આપતા જમણી સાઈડથી ઓવરટેક કરવા જતાં સાજીદભાઈના મોટર સાયકલના હેન્ડલમાં એક્ટિવા અડી જતા એક્ટિવા બેકાબુ થઈ પાડાપુલની લોખંડની રેલિંગ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં રાહુલભાઈને ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ હૃદયમાં તકલીફ થતા અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.