વાંકાનેર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા તા. 29 સપ્ટેમ્બર ને સોમવારનાં રોજ રાજકોટ મુકામે રાખવામાં આવી હતી. જેમાં ડો. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરની દોશી કોલેજની બહેનોની ટીમ ચેમ્પિયન થઈ છે. તેમજ દોશી કોલેજના 1 ભાઈઓ અને 3 બહેનો આમ કુલ 4 વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર કર્ણાટકમાં બેંગ્લોર મુકામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે. ચેમ્પિયન થયેલી બહેનોની ટીમમાં 1. ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર) 2. પરમાર કોમલ ગોરધનભાઈ (તીથવા) 3. ડાભી અસ્મિતા અશોકભાઈ (ગારીયા) 4. થુલેટિયા રેણુકા ભુપતભાઈ (ગારિયા) 5. ચાવડા સાક્ષી જીતેન્દ્રભાઈ (વાંકાનેર) 6. મુંધવા પૂનમ પરબતભાઈ (વાંકાનેર) 7. ગિંગોરા કૈલાશ ગોપાલભાઈ (લાકડાધાર)નો સમાવેશ થાય છે.નેશનલ લેવલે રમવા જનાર ટીમમાં ભાઈઓમાં વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર) જેણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે બહેનોમાં ખખ્ખર મહેક અજયભાઈ (વાંકાનેર), ડાભી અસ્મિતા અશોકભાઈ (ગારીયા) અને ચાવડા સાક્ષી જીતેન્દ્રભાઈ (વાંકાનેર)ની નેશનલ ટીમમાં પસંદગી થઈ છે. આ બાબત વાંકાનેર અને દોશી કોલેજ માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે. બધા જ ખેલાડીઓને અને રમત ગમતના અધ્યાપક ડો. વાય.એ.ચાવડાને આ સફળતા માટે દોશી કોલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કોલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.