રાજકોટ: રાજયકક્ષા નવરાત્રી રાસ - ગરબા મહોત્સવ ૨૦૨૫-૨૬ સ્પર્ધાનું રાજકોટ ખાતે આયોજન કરાયું છે. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રાજકોટ દ્વારા રાજ્યકક્ષા નવરાત્રી રાસ - ગરબા સ્પર્ધાનું આયોજન હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે ૨૫/૧૧/૨૦૨૫ થી ૨૮/૧૧/૨૦૨૫ દરમિયાન કરાયું છે. જેમાં રિપોર્ટીંગનો સમય બપોરે ૧૧:૦૦ કલાકનો રહેશે. આ સ્પર્ધામાં રાજ્યના તમામ જિલ્લા/મહાનગરપાલિકામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધાના કલાવૃંદોને ભાગ લેવા માટે જણાવાયું છે. તેમજ જિલ્લાવાર દિવસની ફાળવણી કરી છે જે મુજબ સ્પર્ધકોએ રજૂઆત કરવાની રહેશે. ૨૫/૧૧/૨૦૨૫ (૧) વડોદરા શહેર (૨) ગાંધીનગર ગ્રામ્ય (૩) બનાસકાંઠા (૪) વલસાડ (૫) નવસારી (૬) ભરૂચ (૭) મોરબી (૮) સુરેન્દ્રનગર (૯) જૂનાગઢ શહેર (૧૦) ડાંગ ૨૬/૧૧/૨૦૨૫ (૧) પાટણ (૨) મહેસાણા (૩) નર્મદા (૪) તાપી (૫) વડોદરા ગ્રામ્ય (૬) બોટાદ (૭) અમરેલી (૮) રાજકોટ ગ્રામ્ય (૯) આણંદ (૧૦) જામનગર ગ્રામ્ય ૨૭/૧૧/૨૦૨૫ (૧) કચ્છ-ભુજ (૨) સુરત શહેર (૩) સુરત ગ્રામ્ય (૪) છોટાઉદેપુર (૫) પંચમહાલ (૬) ખેડા (૭) ગાંધીનગર શહેર (૮) મહિસાગર (૯) રાજકોટ શહેર (૧૦) ગીર સોમનાથ (૧૧) દેવભૂમિ દ્વારકા ૨૮/૧૧/૨૦૨૫ (૧) સાબરકાંઠા (૨) અરવલ્લી (૩) અમદાવાદ શહેર (૪) અમદાવાદ ગ્રામ્ય (૫) જૂનાગઢ ગ્રામ્ય (૬) જામનગર શહેર (૭) દાહોદ (૮) ભાવનગર શહેર (૯) ભાવનગર ગ્રામ્ય (૧૦) પોરબંદર ખાસ કરીને જે જિલ્લાનો જે તારીખે ક્રમ હોય તે જ દિવસે કાર્યક્રમમાં ભાગ લેવા આવવાનું રહેશે. આ ઉપરાંત જાહેર થયેલા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં એસ.ટી. સાદી/એક્સપ્રેસ બસ (ગુર્જરનગરી કે લકઝરી સિવાય) અથવા રેલ્વે બીજા વર્ગમાં (સ્લીપર) મુસાફરી કરવાની રહેશે અને તેની ટિકિટ રજૂ કરવાની રહેશે. મુસાફરી ખર્ચની રકમ RTGS થી ચૂકવવામાં આવશે, તેથી મેનેજરે કેન્સલ ચેક અથવા બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ ફરજિયાત લાવવાની રહેશે.સ્પર્ધા સ્થળે શિસ્ત જાળવવી. નુકસાનના કિસ્સામાં ભાડા-ભથ્થામાંથી નાણાં વસૂલ કરવામાં આવશે. ટીમ મેનેજરે ઓરીઝનલ નિમણૂકનો પત્ર તથા ઓરીઝનલ સહી-સિક્કા વાળી એન્ટ્રી (જેની પાછળ તમામ સ્પર્ધકોના આધારકાર્ડની ઝેરોક્ષ લગાવેલ હોય) અવશ્ય લાવવાની રહેશે. તેમજ પ્રસ્તુતિનો ક્રમ બપોરે ૧૨.૩૦ કલાકે ચિઠ્ઠી ઉપાડીને નક્કી કરવામાં આવશે, જેમાં ટીમ લીડરે હાજર રહેવું ફરજિયાત છે. ખાસ નિર્ણાયકોનો નિર્ણય આખરી અને સર્વેને બંધનકર્તા રહેશે. ખાસ કરીને કોઈપણ એ અસભ્ય કે ગેરવર્તન કરનાર વિરુદ્ધ નિયમ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરાશે. તેમજ કાર્યક્રમના સ્થળ કે સમયમાં ફેરફાર કરવાની સત્તા આયોજકોની રહેશે. ખાસ સ્પર્ધાની માહિતી માટે માત્ર ગ્રુપ લીડરે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું રહેશે. અન્ય માહિતી માટે પ્રાંતિઓ વિકાસ અધિકારી, વી સી રામાણી (97232 18582), પ્રાંત વિકાસ પ્રાધિકારી આર એલ લકુમ (97232 90545), એ આર જાડેજા (98244 20842) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.