મોરબી : મોરબીમાં સાતમા નોરતેથી શરૂ થયેલી મેઘસવારી હજુ પણ અટકી નથી. સાતમા, આઠમા અને નવમા નોરતે સાંજના સમયે વરસાદી વાતાવરણ રહ્યું હતું. ત્યારે આજે સતત ચોથા દિવસે બપોરના સમયે ઝરમર વરસાદ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે જે સાતમા નોરતે અનેક નવરાત્રી મહોત્સવ બંધ રહ્યા હોય આજે એક દિવસ લંબાવામાં આવ્યો હતો. પણ આજે પણ વરસાદી વાતાવરણ હોવાથી આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.