'અંગીકાર 2025' અભિયાન અંતર્ગત આવાસ યોજનાના લાભો સાથે પી.એમ. સૂર્યઘર, પી.એમ. સ્વનિધિ અને પી.એમ. વિશ્વકર્મા જેવી યોજનાઓના લાભ લેવા અનુરોધમોરબી: કેન્દ્ર સરકાર દ્વારા તા. 01/09/2024 ના રોજ શરૂ કરાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી 2.0 (PMAY-U 2.0) 'હાઉસિંગ ફોર ઓલ' મિશનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, મોરબી મહાપાલિકાના આવાસ વિભાગ દ્વારા 'અંગીકાર 2025' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 04 સપ્ટેમ્બર 2025 થી 31 ઓક્ટોબર 2025 સુધી ચાલશે.PMAY-U 2.0 યોજના ચાર મુખ્ય ઘટકો - લાભાર્થીની આગેવાનીમાં આવાસ બાંધકામ (BLC), એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ (AHP), એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARH), અને વ્યાજ સબસીડી યોજના (ISS) દ્વારા પાત્રતા ધરાવતા શહેરી લાભાર્થીઓને આવાસ નિર્માણ માટે સહાય પૂરી પાડે છે.અભિયાનના ભાગરૂપે, PMAY-U 2.0 ની પ્રથમ વર્ષગાંઠ એટલે કે 17 સપ્ટેમ્બર 2025 ના રોજ 'PMAY-U આવાસ દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે આવાસ યોજનાની સાઇટ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હેતુ, લાભાર્થીઓને આવાસ ફાળવ્યા બાદની સાફલ્યગાથા રજૂ કરાઈ હતી, તેમજ નવા લાભાર્થીઓને યોજનાનો લાભ અપાવવા માટે આવાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 'અંગીકાર 2025' અભિયાન અંતર્ગત આવાસ યોજનાના લાભોની સાથે સાથે લાભાર્થીઓને પી.એમ. સૂર્યઘર, પી.એમ. સ્વનિધિ અને પી.એમ. વિશ્વકર્મા જેવી અન્ય કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.