મોરબી : મોરબી શહેરમાં ઠેર ઠેર આઠમની ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવ દરમિયાન આઠમની ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી કરાઈ હતી અને માતાજીના વધામણા કરવામાં આવ્યા હતા.પ્રમુખ રેસીડેન્સી ખાતે આઠમના અઘોર નગારા રાસ રજૂ કરાયોહાલ ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીની પ્રમુખ રેસીડેન્સી 60 ફૂટ રોડ જય આધ્યાશક્તિ ગરબી મંડળ દ્વારા આઠમના અઘોર નગારા રાસ રજૂ કરાયો હતો. જેમાં વરસાદ રૂપી અમી છાટનાંની સાથે માતાજી સ્વરૂપ લઈ બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી. આઇકોન રેસિડેન્સીમાં આઠમની શોભાયાત્રા કાઢવામાં આવીશહેરના આઇકોન રેસિડેન્સી ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આઠમની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન બાળાઓએ નવદુર્ગાના વિશેષ રૂપ ધારણ કરી ઉજવણી કરાઈ. તેમજ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. મોરબીના મહેન્દ્રનગરના પ્લોટ વિસ્તારમાં 'ચણિયા રાસ'નું આયોજન કરાયુંનવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબીના મહેન્દ્રનગર સ્થિત પ્લોટ વિસ્તારમાં આવેલ ગરબીમાં એક ખાસ અને અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના લીમડા ચોક યુવાનો દ્વારા મા આદ્યાશક્તિની આરાધના રૂપે 'ચણિયા રાસ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે, ગરબીમાં પુરુષો અને યુવાનોએ ઉત્સાહભેર ચણિયા-ચોળી પહેરીને રાસ લીધો હતો. કાર્યક્રમમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં માતા-બહેનોએ પણ ગરબા અને રાસની રમઝટમાં જોડાઈને ખૂબ મજા માણી હતી. આ ઉપરાંત, નાના ભૂલકાઓ પણ માતાજીની ભક્તિ અને રાસના રંગમાં રંગાયા હતા.મોરબીમાં દરબારગઢ ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયુંમોરબી : મોરબીમાં દરબારગઢ ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા દરબારગઢ ચોક ખોડિયાર માતાજી મંદિર ખાતે તા. 30-9-2025ને મંગળવારના રોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભરતભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ છેલ્લા 40 વર્ષથી આ ગરબીનું સંચાલન કરે છે. આ મહોત્સવમાં વિનોદભાઈ ચાવડા (સાંસદ કચ્છ લોકસભા), કાંતિભાઈ અમૃતિયા (ધારાસભ્ય મોરબી), જયંતીભાઈ રાજકોટિયા માન્ય અધ્યક્ષ મોરબી જિલ્લા ભાજપ, રિષિપભાઈ કૈલામાન્ય અધ્યક્ષ મોરબી શહેર ભાજપા, લાખાભાઈ જારીયા માન્ય પૂર્વ અધ્યક્ષ મોરબી શહેર ભાજપ, પ્રદીપભાઈ વાળા (અગ્રણી પ્રદેશ ભાજપ), સિનિયર એડવોકેટ તથા પૂર્વ પ્રમુખ મોરબી નગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા.