માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત અને કોમી એકતાનું પ્રતીક ગણાતી ગરબીમાં 30 સપ્ટેમ્બરના રોજ નવમા નોરતાના દિવસે ગરબીમાં ભાગ લેતી 140 જેટલી મુસ્લિમ બાળાઓ અને 60 જેટલી હિન્દુ બાળાઓ મળીને કુલ 200 બાળાઓને લાણી (ભેટ) આપી સન્માનિત કરવામાં આવી હતી. કેપી ટેક નોન વુવેન ઇન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર મહેશભાઈ અધારા દ્વારા આ તમામ 200 બાળાઓને લાણી આપીને ધન્યતા અનુભવી હતી.