ઓડિશાની આ સાંસ્કૃતિક પરંપરાને મોરબીમાં જીવંત રાખવા માટે 'જય જગન્નાથ ગ્રુપ' દ્વારા સફળ આયોજન કરાઈ છે મોરબી: મોરબી શહેરમાં ઓડિશાવાસીઓ દ્વારા થતી દુર્ગાપૂજાનો ઇતિહાસ ખરેખર અનન્ય છે. વર્ષ 2011માં સૌપ્રથમવાર આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોરોનાકાળના અપવાદ સિવાય તે આજદિન સુધી અવિરતપણે ચાલુ છે, જે મોરબીમાં એકતા અને સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક બની ગયું છે.આ પૂજાની શરૂઆત મોરબીમાં વસતા ઓડિશાના લોકોને એકસાથે લાવીને શ્રી શ્રીધર દાસજી એ કરી હતી. ત્યારથી, શાંતિ ભુવન સોસાયટી, શોભેશ્વર રોડ ખાતે જય જગન્નાથ ગ્રુપ દ્વારા દર વર્ષે આ ભવ્ય આયોજન કરવામાં આવે છે. ઓડિશામાં જેમ ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ છે, તેટલો જ ઉલ્લાસ ત્યાં દુર્ગાપૂજામાં પણ જોવા મળે છે. ઓડિશાની આ સાંસ્કૃતિક પરંપરાને મોરબીમાં જીવંત રાખવા માટે 'જય જગન્નાથ ગ્રુપ' ના અનેક કાર્યકરો હવે સાથે મળીને ઉત્સાહભેર આ દુર્ગાપૂજાને સફળ બનાવે છે. આ પર્વ નિમિત્તે, મોરબીમાં વસતા ઓડિશાના વતનીઓ તરફથી સર્વે મોરબીવાસીઓને દુર્ગાપૂજાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.